Saturday 18 June 2011

"શાળા પ્રવેશોત્સવ ૨૦૧૧-૨૦૧૨"


શાળા પ્રવેશોત્સવ ૨૦૧૧-૨૦૧૨ નિમિતે શ્રી મોટીભેદી  પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો : ૧ તેમજ ધો : ૮ ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યું હતું.



આ પ્રસંગ નિમિતે ગાંધીનગર થી સી.સી.એસ. ડાયરેક્ટર શ્રી એ. કે. શ્રીવાસ્તવ સાહેબ પધાર્યા હતા. તેમજ તેમની સાથે નલિયા ના આર.એફ.ઓ.  શ્રી આર.એસ.પરમાર  તેમજ બુટ્ટા સી.આર.સી રામજીભાઈ ગજરા સાહેબ તેમજ તા.કે.ની. શ્રી ભાવિનભાઈ પણ પધાર્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયત ના સભ્ય શ્રી મોકાજીભાઈ, સભ્ય શ્રી હેમુભા અને વિક્રમસિંહ જાડેજાએ પણ હાજરી આપી હતી...

કાર્યક્રમની શરુઆતમાં ધો:૧ માં પ્રવેશપાત્ર બાળકોને કુમકુમ તિલક તેમજ મીઠું મોઢું કરાવીને શાળામાં પ્રવેશ અપાવ્યો. ત્યારબાદ બાળકોએ પ્રાર્થના રજુ કરી તેમજ રક્ષાબા અને કંચનબાએ સ્વાગતગીત દ્વારા મહેમાનો નું સ્વાગત કર્યું હતું...

ત્યારબાદ શાળાના મુ.શિ. હમીરજીભાઈએ બધાનું  શાબ્દિક સ્વાગત કર્યું, ત્યારબાદ પુસ્તક તમજ રૂમાલ દ્વારા પધારેલ  મહેમાનો નું સ્વાગત કર્યું હતું. મુખ્ય મહેમાન શ્રી એ. કે. શ્રીવાસ્તવ સાહેબનું સ્વાગત શ્રી મોકાજીભાઈએ કર્યું હતું...


સ્વાગતબાદ પ્રવેશપાત્ર તમામ બાળકોને સ્કૂલબેગ, સ્લેટ તેમજ પુસ્તકોની કીટનું વિતરણ મુખ્ય મહેમાન શ્રી શ્રીવાસ્તવ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું...  કીટ વિતરણ બાદ શ્રીવાસ્તવ સાહેબે પ્રસંગ ને અનુરૂપ ટૂંકમાં પ્રવચન કર્યું હતું,  તેમજ ગામના વાલીઓ સાથે શિક્ષણ ને લગતી ચર્ચા પણ કરી હતી. 


અંતે શાળા ના મ.શિ. શ્રી ધીરજભાઈએ આભારવિધિ કરી અને કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કર્યું હતું...

કાર્યક્રમનું સંચાલન ધો:૮ ની બાલિકાઓ જાડેજા સુનીતાબા ખેંગારજી તેમજ જ સોઢા દિવ્યાબા ફતેસંગ દ્વારા કરવામાં આવ્યું હતું... આ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી હતી, જે ફોટોગ્રાફમાં જોઈ શકાય છે... 








કાર્યક્રમ ને અંતે શાળાના તમામ બાળકો તેમજ ગામના વાલીઓ માટે સમુહભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી... જેમાં ગ્રામજનો ની ખુબ જ મદદ મળી હતી, જે ફોટોગ્રાફ માં જોઈ શકાય છે., જેમાં જાડેજા નોંગણજી, ભારૂભા, હેમુભા, જટુભા જોઈ શકાય છે. સમૂહભોજન માં ગામના વાલીઓએ જ બધી રસોઈ બનાવી હતી અને બધા જ બાળકોને પ્રેમથી જમાડવામાં ખુબ જ મદદ કરી હતી. તે ઉપરાંત દૂધ તેમજ છાશ પણ ગામ માંથી જ મળી રહ્યા હતા... આમ શ્રી મોટીભેદી પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવની ઉજવણી સારી રીતે કરવામાં આવી હતી...