Monday 2 May 2011

"શૈક્ષણિક પ્રવાસ ૨૦૧૦-૧૧"

શ્રી મોટી ભેદી પ્રાથમિક શાળા માં વર્ષ ૨૦૧૦-૧૧ માં શૈક્ષણિક  પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાળાડુંગરની મુલાકાત લેવામાં આવી હતી...

આ પ્રવાસમાં શાળાના ધો. ૩ થી ૭ ના બાળકો જોડાયા હતા, તેમજ ગામના ૨-૩  યુવા નાગરિક તેમજ જાગૃત વાલી પણ જોડાયા હતા...

વહેલી સવારના ૮:3૦ વાગ્યે અહીં  થી નીકળીને સૌ પ્રથમ રસ્તામાં આવતા ભૂખી નદીના ડેમની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ નાસ્તો કરીને કાળાડુંગર તરફ આગળ વધ્યા હતા.

બપોરે 12:3૦ વાગ્યે ત્યાં પહોચીને બધાએ દત્તાત્રેય ભગવાન ના દર્શન કરીને આસપાસના કુદરતી દ્રશ્યોને માણ્યા હતા.

અહીં ફોટામાં શાળાના આચાર્ય હમીરજી સાથે શાળાના બાળકો જોઈ શકાય છે, તેમજ બીજામાં કુદરતની સુંદરતાને નીરખી રહેલા શાળાના બાળકો તેમજ શિક્ષકો...
બપોરનું ભોજન ત્યાં જ લીધા બાદ ૪:૦૦ વાગ્યે ત્યાંથી નીકળીને વચ્ચે પીયોની મહાદેવના દર્શન કર્યા હતા, ત્યાં બાળકોએ થોડી વાર રમત-ગમત ની મજા માણી હતી, અને સાંજે ૮:૩૦ વાગ્યે પાછા ફર્યા  હતા...

પ્રવાસમાં શાળા ના ચારેય શિક્ષકો જોડાયા હતા. તેમજ જોડાયેલા તમામે પ્રવાસની મજા માણી હતી...

Sunday 1 May 2011

"નાના ભૂલકાઓ"

જો બાળક મસ્તી નહીં કરે તો કોણ કરશે? જે મસ્તી કરે છે એજ બાળક છે...

બાળકોને તેમના મુક્ત વાતાવરણ માં રહેવા દેવા જોઈએ...

અહીં રેતીમાં મજા માણતા તેમજ રેતીના  ઘર બનાવતા ધો. ૧-૨ ના નાના ભૂલકાઓ જોઈ શકાય છે...

"બાલમેળો ૨૦૦૯-૧૦"

શ્રી મોટીભેદી પ્રાથમિક શાળામાં બાલમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બધા જ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધી હતો...
તેમાં માટીકામ, રંગકામ, ચીટક કામ, રંગોળી સ્પર્ધા, છાપકામ, કાગળકામ જેવા વિભાગો હતા...
જેમાં રંગોળી સ્પર્ધામાં ધો. ૬ ના બાળકોએ  સરસ મજાની બનાવી હતી, જે અહીં જોઈ શકાય છે...

"શૈક્ષણિક પ્રવાસ ૨૦૦૮-૦૯"

શ્રી મોટીભેદી પ્રાથમિક શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રવાસ ૨૦૦૮-૦૯ દરમિયાન માંડવી તાલુકાની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં દેઢિયા તીર્થ, આશરમાતાનું  મંદિર, અંબેધામ, રાવળપીર, ધ્રબુડી તીર્થ અને અંતે વિન્ડફાર્મ માંડવી તેમજ માંડવી દરિયા કિનારા ની મુલાકાત લીધી હતી...
 

સૌપ્રથમ દેઢિયા તીર્થ તેમજ આશરમાતા ના મંદિરની મુલાકાત લીધા બાદ ગોધરામાં બપોરનું ભોજન લીધું હતું. ત્યારબાદ રવાલ્પીર ના દરિયાકિનારે બાળકોએ રમતગમતની મજા માણી હતી, જેમાં શિક્ષકો પણ જોડાયા હતા. 


પહેલા ફોટામાં પકડા-પકડી  રમતા બાળકો દેખાય છે, જયારે બીજા ફોટામાં ધો. ૬ ના વિદ્યાર્થીઓ સાથે શાળાના શિક્ષક શ્રી હમીરજીભાઈ છે...
   

"મમ્મી મારો લટકો"




શ્રી મોટીભેદી પ્રાથમિક શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રવાસ ૨૦૦૮-૦૯ દરમિયાન બપોરનું ભોજન લીધા બાદ હળવી પળો માણતી શાળાની બાલિકાઓ, તેમજ અભિનય કરતી પહેલા ધોરણ ની બાલિકા સવિતાબા...