Monday 2 May 2011

"શૈક્ષણિક પ્રવાસ ૨૦૧૦-૧૧"

શ્રી મોટી ભેદી પ્રાથમિક શાળા માં વર્ષ ૨૦૧૦-૧૧ માં શૈક્ષણિક  પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાળાડુંગરની મુલાકાત લેવામાં આવી હતી...

આ પ્રવાસમાં શાળાના ધો. ૩ થી ૭ ના બાળકો જોડાયા હતા, તેમજ ગામના ૨-૩  યુવા નાગરિક તેમજ જાગૃત વાલી પણ જોડાયા હતા...

વહેલી સવારના ૮:3૦ વાગ્યે અહીં  થી નીકળીને સૌ પ્રથમ રસ્તામાં આવતા ભૂખી નદીના ડેમની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ નાસ્તો કરીને કાળાડુંગર તરફ આગળ વધ્યા હતા.

બપોરે 12:3૦ વાગ્યે ત્યાં પહોચીને બધાએ દત્તાત્રેય ભગવાન ના દર્શન કરીને આસપાસના કુદરતી દ્રશ્યોને માણ્યા હતા.

અહીં ફોટામાં શાળાના આચાર્ય હમીરજી સાથે શાળાના બાળકો જોઈ શકાય છે, તેમજ બીજામાં કુદરતની સુંદરતાને નીરખી રહેલા શાળાના બાળકો તેમજ શિક્ષકો...
બપોરનું ભોજન ત્યાં જ લીધા બાદ ૪:૦૦ વાગ્યે ત્યાંથી નીકળીને વચ્ચે પીયોની મહાદેવના દર્શન કર્યા હતા, ત્યાં બાળકોએ થોડી વાર રમત-ગમત ની મજા માણી હતી, અને સાંજે ૮:૩૦ વાગ્યે પાછા ફર્યા  હતા...

પ્રવાસમાં શાળા ના ચારેય શિક્ષકો જોડાયા હતા. તેમજ જોડાયેલા તમામે પ્રવાસની મજા માણી હતી...

No comments:

Post a Comment