Saturday 30 April 2011

"વાંચે ગુજરાત"

 
શ્રી મોટી ભેદી પ્રાથમિક શાળામાં વાંચે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત બાળકો દ્વારા તેમના મનગમતા પુસ્તકો વાંચવામાં આવ્યા હતા, તેમજ બધા જ બાળકોએ આ કાર્યક્રમ માં ઉત્સાહભેર ભાગ લીધો હતો જે આ ફોટોગ્રાફમાં જોઈ શકાય છે...



"વાંચે ગુજરાત"

શ્રી મોટીભેદી પ્રાથમિક શાળામાં "વાંચે ગુજરાત" અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ, જેમાં ચિત્ર સ્પર્ધામાં બાળકોએ સુંદર મજાના ચિત્રો દોર્યા હતા, જે દેખાઈ રહ્યું છે. 
સ્પર્ધાના ક્રમાંક : 
(1) નયનાબા 
(૨) સુનીતાબા 
(૩)  મીતલબા

રમતગમત સ્પર્ધા

શ્રી મોટી ભેદી પ્રાથમિક શાળામાં બાળકો માટેની રમત ગમત સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં દોડ, ખો-ખો, કબડ્ડી, લાંબીકૂદ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, અહી છોકરીઓની  દોડ માં મેમુના સૌથી આગળ જોવા મળે છે...


"મહેંદી સ્પર્ધા"

મોટીભેદી શાળા માં ચાલતી મીના કેમ્પેઈન ની  પ્રવૃત્તિ માં  "મહેંદી  સ્પર્ધા" યોજવામાં આવી હતી, જેમાં શાળાની  બાલીકાઓએ  ઉત્સાહભેર ભાગ લીધો હતો...


સૌ પ્રથમ મીના પ્રેરક શિક્ષક દ્વારા બાલિકાઓના ગ્રુપ પાડી તેમને સ્પર્ધા વિશેની સમાજ આપવામાં આવી. 

 
બાલિકાઓએ પણ આ સ્પર્ધામાં સારો એવો સહકાર આપ્યો હતો, અને તેમને મનમાં    ઉદભવતી સારી એવી ડીઝાઈનો તેમની બહેનપણી ના હાથો માં દોરી હતી...


અંતે શાળાના આચાર્ય દ્વારા સ્પર્ધામાં ઉતીર્ણ થયેલી  બાલિકાઓ નામ જાહેર કરવામાં આવ્યા, તેમજ તેમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી...





ઉતીર્ણ થયેલ બાલિકાઓ :

(1) નયનાબા 
(2) મોંગીબા
(3) મીતલબા  


" ક્વીઝ કોમ્પીટીશન "


વિજ્ઞાન સપ્તાહ દરમિયાન મોટીભેદી શાળામાં  "ક્વીઝ કોમ્પીટીશન" નું અવોજન કરવામાં આવ્યું હતું, જેમાં  ધોરણ ૩ થી ૭ ના બાળકોના ગ્રુપ પાડી ને તેમને પર્યાવરણ તેમજ વિજ્ઞાનને લગતા પ્રશ્નો પૂછ્યા હતા...


જેમાં શાળા ના બધા જ શિક્ષકોનો સહયોગ રહ્યો હતો. તેમજ ત્યારબાદ બાળકો ને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા.

" Independence Day "

પ્રજાસતાક દિન નિમિતે મોટીભેદી શાળાના પ્રાંગણ માં રાષ્ટ્રધ્વજ ફરકાવતા શાળાના આચાર્ય  શ્રી ધીરજભાઈ નંદા...

ત્યારબાદ શાળાના ભૂલકાઓ દ્વારા બાળગીત, દેશભક્તિ ગીત, કચ્છી લોકગીત તેમજ નાટક રજુ કરવામાં આવ્યા હતા. 

ત્યારબાદ ભાગ લીધેલા બાળકો ને ગામ ના પધારેલા મહેમાનો ના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

" Winter "



શિયાળા ની ઋતુ માં નલિયાનું તાપમાન ૨ થી ૩ ડીગ્રી સુધી પહોચે છે, તે સમયે તાપણાની મોજથી ઠંડી ઉડાવતા  મોટીભેદી પ્રાથમિક શાળા ના બાળકો...

Science Fair 2010-11


કોઠારા  સી. આર. સી. કક્ષાએ યોજાયેલા વિજ્ઞાનમેળા માં અમારી મોટીભેદી શાળાએ ભાગ લીધો હતો, અને તાલુકા કક્ષા સુધી પહોચ્યા હતા.

જેમાં બાલવૈજ્ઞાનિક તરીકે જાડેજા  મીતલબા   અને  જાડેજા સુનીતાબાએ ભાગ લીધો હતો.

તેમજ માર્ગદર્શક શિક્ષક તરીકે મોદી સાહેબ અને હિમાંશુ સાહેબ રહ્યા હતા.

" રાખડી સ્પર્ધા "

 


મોટીભેદી શાળા માં ચાલતી મીના કેમ્પેઈન ની  પ્રવૃત્તિ માં  રક્ષાબંધન નિમિતે "રાખડી સ્પર્ધા" યોજવામાં આવી હતી, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, અને સરસ મજાની રાખડીઓ પણ બનાવી હતી. 

આ ફોટામાં રાખડી બનાવી રહેલા બાળકો દેખાય છે. જેઓએ ૩-૩ કે ૪-૪ ના ગ્રુપ માં રહીને સુંદર રાખડીઓ બનાવી હતી.

આ સ્પર્ધા માં મીના પ્રેરક શિક્ષકે બાળકો ને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેમજ શાળાના આચાર્ય સરી ડી. બી. નંદાએ સ્પર્ધામાં ઉતીર્ણ થયેલ બાળકોના નામ જાહેર કાર્ય હતા. 

ઉતીર્ણ થયેલા બાળકોના ગ્રુપ  :
(1) સુનીતા, તોરલ, દિવ્યા
(2) મીતલ, હેમંત, રક્ષાબા
(3) પ્રભાત, મહિપત, ભીખુભા

Enjoying Rain



વરસાદની મજા માણતા શ્રી મોટીભેદી પ્રાથમિક શાળાના ભૂલકાઓ...


બાળકો નિર્દોષ છે, તેમને મનગમતી પ્રવૃતિઓ કરાવવી જોઈએ.

વરસાદી વાતાવરણ માં બાળકો ને વર્ગખંડ માં બેસાડવા કરતા તેમને મુક્ત વાતાવરણ માં છોડી દેવા જોઈએ.

ચોમાસા દરમિયાન  વરસાદ ની મજા માણતાં મોટીભેદી  પ્રાથમિક  શાળાના ભૂલકાઓ...

"KALAPI CUP"

અબડાસા તાલુકામાં શિક્ષક સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં અબડાસા તાલુકાની તમામ ગ્રુપ શાળા એ ભાગ લીધો હતો. અને તેમાં કોઠારા ગ્રુપની ટીમ વિજયી રહી હતી. 



Its my school (Motibhedi)

These are students of my school.

They are enjoying Rainy season...



  • This is the temple of  Pathapir...

  • It is situated in Motibhedi. Ta. Abadasa.  Dist: Kutch (Gujrat).

  • We enjoy the Fair of Akhatrij here.