શ્રી મોટીભેદી પ્રાથમિક શાળામાં ૬૫મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખૂબ જ ધામ ધૂમથી કરવામાં આવી હતી. જેમાં શાળાનાં તમામ બાળકો તેમજ શિક્ષક મિત્રોએ હોંશભેર ભાગ લીધો હતો.
સૌ પ્રથમ શાળાનાં બાળકો તેમજ શિક્ષકમિત્રો સાથે મળીને પ્રભાતફેરીમાં જોડાયા હતા, જેમાં બાળકોએ આઝાદીના સૂત્રો તેમજ ઝંડાગીતો ગાયા હતા.
ત્યારબાદ શાળાનાં પ્રાંગણમાં બધા ગ્રામજનોની હાજરીમાં ગ્રામ પંચાયતના સભ્ય શ્રી હેમુભાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાનાં આચાર્યશ્રીએ ૬૫મા સ્વાતંત્ર્યદિનને અનુરૂપ ગ્રામજનોને ખ્યાલ આપ્યો હતો.
બાદમાં શાળાની બાલિકા સુનીતાબાએ "એ મેરે વતન કે લોગોં" દેશભક્તિ ગીત તેમજ ભૂપતસિંહે "કચ્છીગીત" રજુ કર્યું હતું. ત્યારબાદ ધોરણ:૮ની બાલિકાઓએ "બંસીધારી કાનુડો" અને "પરીઓનો દેશ" એ અભિનયગીત રજુ કર્યા હતા, જે ફોટોગ્રાફમાં જોઈ શકાય છે. ત્યારબાદ ક્રમશ: ધોરણોની બલોકાઓએ અભિનયગીત રજુ કર્યા હતા.
બાદમાં ધો:૬-૭-૮ના બાળકોએ "અબુખાં ની બકરી" નું સરસ મજાનું નાટક રજુ કર્યું હતું. અંતે ધો:૩-૪-૫ના બાળકોએ સરસ મજાના પિરામીડ રજુ કર્યા જે ફોટોગ્રાફમાં જોઈ શકાય છે. તેમજ ધો:૧-૨ના બાળકો માટે સંગીત ખુરશીની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંતે ગ્રામજનોના હસ્તે બાળકોને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકશ્રી ધીરજ ભાઈએ બધાનો આભાર માન્યો હતો. આખા કાર્યક્રમનું સંચાલન શ્રી હમીરજી સાહેબે કર્યું હતું.
વધારે ફોટોગ્રાફ માટે Photoes પર ક્લિક કરો...
-: જય હિન્દ :-