Friday 11 November 2011

"સૌરાષ્ટ્ર દર્શન શૈક્ષણિક પ્રવાસ ૨૦૧૧-૨૦૧૨"

શ્રી મોટીભેદી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો : ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ જોડાયા હતા.પ્રવાસમાં મોટીભેદી, મોમાયફાર્મ અને સાંધવ એમ ત્રણ શાળાઓ જોડાઈ હતી, જેમાં સાંધવ માટે એક અને મોટીભેદી- મોમાયફાર્મ વચ્ચે એક બસ એમ કુલ્લ બે સ્વામિનારાયણ ટ્રાવેલ્સ રાખવામાં આવી હતી.
 
તા : ૩-૯-૧૧ ના રાતે ૯:૩૦ વાગ્યે ભેદી થી નીકળી વહેલી સવારે તા ૪-૯ ના ૬:૦૦ વાગ્યે ચોટીલા પહોંચ્યા હતા, જ્યાં ફ્રેશ થઈને બધા બાળકો ડુંગર ઉપર ચડીને માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ બપોરે ૧૧:૩૦ વાગ્યે વીરપુર પહોંચીને શ્રી જલારામ બાપાના દર્શન કર્યા બાદ વીરપુરમાં જ બપોરનું ભોજન લીધું હતું. ભોજન લઈને તુરંત જુનાગઢ માટે રવાના થયા અને સાંજે સક્કરબાગની મુલાકાત લીધી, જ્યાં બાળકોએ જુદા જુદા પ્રકારના પક્ષીઓ તેમજ પ્રાણીઓને નિહાળ્યા. રાત્રી રોકાણ જુનાગઢમાં જ કર્યું હતું.

બીજા દિવસે એટલે કે તા : -૯ ના સવારમાં દેવળીયા પાર્કની મુલાકાત લીધી હતી જ્યાં સિંહ-હરણ-સાબર-સસલા જેવા નાના મોટા પ્રાણીઓ નજીકથી જોવા મળ્યા હતા. ત્યારબાદ સતાધારમાં દર્શન કરીને બપોરનું ભોજન સતાધારમાં જ લીધું હતું. ત્યાંથી નીકળીને રાત્રે પાલીતાણામાં ભોજન લઈને ત્યાજ રાત્રી રોકાણ કર્યું હતું.

ત્રીજા દિવસે તા : ૬-૯ ના સવારમાં પાલીતાણા જૈન દેરાસરની મુલાકાત લીધા બાદ ત્યાં થોડી ખરીદી કરીને બપોરે બગદાણા માટે નીકળ્યા હતા, બપોરનું ભોજન બગદાણામાં લીધા બાદ અલંગ બંદર માટે રવાના થયા, જે પ્રવાસ માટે છેલ્લો સ્થળ હતો, સાંજે અલંગ બંદર પર વિશાળકાય સ્ટીમરો જોઇને બાળકોને ખુબ જ મજા આવી ગઈ હતી. ત્યારબાદ ભાવનગરમાં રાત્રિનું ભોજન (પાઉં-ભાજી) લઈને ૧૨:૦૦ નીકળ્યા અને તા : ૭-૯ ના બપોરે ૧૨:૦૦ વાગ્યે ભેદી પહોચ્યા હતા...

પ્રવાસમાં શાળાના મુ.શિ. શ્રી હમીરજીભાઈ તેમજ મ.શિ. શ્રી હિમાંશુ ઠક્કર જોડાયા હતા, તે ઉપરાંત એસ.એમ.સી. ના ત્રણ સભ્યો પણ જોડાયા હતા. પ્રવાસને સફળ બનાવવા માટે મોમાયફાર્મના શિક્ષક શ્રી ભરતસિંહ તેમજ સાંધવ શાળાના શિક્ષક મિત્રો એ સારો એવો સહકાર આપ્યો હતો.


 

No comments:

Post a Comment