શ્રી મોટીભેદી પ્રાથમિક શાળા કે જે અબડાસા તાલુકાના અંતરિયાળ અને નાના એવા ભેદી ગામમાં આવેલી છે, આવી અંતરિયાળ શાળાને ગાંધીનગરમાં આવેલા બાયસેગ સ્ટુડિયો કે જ્યાં શૈક્ષણિક કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે ત્યાં જવાનો મોકો મળ્યો એ સદભાગ્યની વાત ગણાય.

તા: ૮-૨ ના સાંજે ૯:૦૦ વાગ્યે ભેદી ગામથી જવા નીકળ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત હતા. સૌપ્રથમ ગામના ઉપસરપંચ શ્રી હેમુભાના હસ્તે બસના દ્વારની રીબીન કાપવામાં આવી ત્યારબાદ શાળાની ધો:૮ ની બાલિકાઓએ પ્રવાસમાં જોડાયેલા બધા બાળકોને તિલક ચાંદલો તેમજ મીઠું મોઢું કરાવીને બસમાં બેસાડ્યા.


ત્રીજા દિવસે તા:૧૦-૨ ના વહેલી સવારે ચા નાસ્તા બાદ અમદાવાદ "સાયન્સ સીટી"ની મુલાકાત લીધી ત્યાં બાળકોએ સ્પેશ શટલની રાઈડ પણ માણી. બાદમાં સાંજે "કાંકરિયા તળાવ"ની મુલાકાત લીધી જ્યાં બાળકોને પ્રાણી સંગ્રહાલય માં ખુબજ મજા આવી ગઈ. બાદમાં ત્યાંજ નાસ્તો કરીને બધાએ ટ્રેનની મુસાફરી માણી. અને સાંજે ૭:3૦ વાગ્યે ત્યાંથી પરત ભેદી આવવા માટે નીકળ્યા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી હમીરજી ધલ, મદદનીશ શિક્ષકો શ્રી ધીરજભાઈ નંદા, શ્રી હિમાંશુ ઠક્કર, શ્રીમતી જયશ્રીબેન પટેલ તેમજ કોઠારા ગ્રુપ આચાર્ય શ્રી ટી.કે. ધીરાવાણી સાહેબ, માનપુરા સી.આર.સીશ્રી પ્રતાપસિંહ અને કોઠારા સી.આર.સીશ્રી નારણભાઈ એ સાથ સહકાર આપ્યો હતો...
" જય જય ગરવી ગુજરાત "