
ત્યારબાદ શાળાનાં પ્રાંગણમાં બધા ગ્રામજનોની હાજરીમાં ભેદી ગામના ઉપસરપંચ શ્રી હેમુભાના હસ્તે " ધ્વજવંદન " કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાનાં આચાર્યશ્રી એ ૬3મા પ્રજાસતાક દિનને અનુરૂપ ગ્રામજનોને ખ્યાલ આપ્યો હતો.



ત્યારબાદ ધો: ૩-૪ ની બાલિકાઓએ પણ નાના નાના બાળગીત તેમજ અભિનય ગીત રજુ કર્યા. બાદમાં ધો: ૧-૨ ના બાળકો માટે " સંગીત ખુરશી " ની રમત રાખવામાં આવી હતી જેમાં બાળકોને ખુબ જ મજા આવી ગઈ.
અંતે ગ્રામજનોના હસ્તે બાળકોને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકશ્રી ધીરજ ભાઈએ બધાનો આભાર માન્યો હતો. આખા કાર્યક્રમનું સંચાલન શ્રી હમીરજી સાહેબે કર્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના મદદનીશ શિક્ષક શ્રી મોદી સાહેબ, પ્રકાશ સાહેબ તથા શ્રીમતી જયશ્રી બેને સારો એવો સહકાર આપ્યો હતો...
" ભારત માતા કી જય "
No comments:
Post a Comment