મંધરા મેમુના અબ્દુલ્લા કે જે શ્રી મોટીભેદી પ્રાથમિક શાળા માં ધોરણ : ૭ માં અભ્યાસ કરે છે. કે જેણે સી.આર.સી. કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ યોજાયેલા " રમતોત્સવ " માં લાંબીકૂદ ની હરીફાઈમાં પ્રથમ ક્રમાંક મેળવી જીલ્લા કક્ષાએ પહોંચી તેણે શાળા તેમજ ગામનું નામ રોશન કર્યું છે...
Thursday, 15 December 2011
Friday, 11 November 2011
"સૌરાષ્ટ્ર દર્શન શૈક્ષણિક પ્રવાસ ૨૦૧૧-૨૦૧૨"



ત્રીજા દિવસે તા : ૬-૯ ના સવારમાં પાલીતાણા જૈન દેરાસરની મુલાકાત લીધા બાદ ત્યાં થોડી ખરીદી કરીને બપોરે બગદાણા માટે નીકળ્યા હતા, બપોરનું ભોજન બગદાણામાં લીધા બાદ અલંગ બંદર માટે રવાના થયા, જે પ્રવાસ માટે છેલ્લો સ્થળ હતો, સાંજે અલંગ બંદર પર વિશાળકાય સ્ટીમરો જોઇને બાળકોને ખુબ જ મજા આવી ગઈ હતી. ત્યારબાદ ભાવનગરમાં રાત્રિનું ભોજન (પાઉં-ભાજી) લઈને ૧૨:૦૦ નીકળ્યા અને તા : ૭-૯ ના બપોરે ૧૨:૦૦ વાગ્યે ભેદી પહોચ્યા હતા...
પ્રવાસમાં શાળાના મુ.શિ. શ્રી હમીરજીભાઈ તેમજ મ.શિ. શ્રી હિમાંશુ ઠક્કર જોડાયા હતા, તે ઉપરાંત એસ.એમ.સી. ના ત્રણ સભ્યો પણ જોડાયા હતા. પ્રવાસને સફળ બનાવવા માટે મોમાયફાર્મના શિક્ષક શ્રી ભરતસિંહ તેમજ સાંધવ શાળાના શિક્ષક મિત્રો એ સારો એવો સહકાર આપ્યો હતો.
Tuesday, 6 September 2011
" શિક્ષક દિનની ઉજવણી "
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિનને આપણે સૌ " શિક્ષક દિન " તરીકે ઉજવણી કરીએ છીએ. સામાન્ય રીતે શાળાઓમાં બાળકો એક દિવસ માટે શિક્ષક બનીને શાળાના બાળકોને શિક્ષણ કાર્ય કરાવે છે અને આ રીતે " શિક્ષક દિન " ની ઉજવણી કરે છે.

શિક્ષક દિન નિમિતે બાળકોએ જ આખો દિવસ શિક્ષણકાર્ય કરાવ્યું હતું, અને બાળકોને ભણવામાં પણ ખુબ જ મજા આવી ગઈ હતી.
બીજા ફોટોગ્રાફમાં ધો:૫ ના બાળકો સાથે બાળ શિક્ષિકા રક્ષાબા હેમુભા જોઈ શકાય છે.
ત્રીજા ફોટોગ્રાફમાં ધો:૨ ના બાળકોને અભિનયગીત કરાવી રહેલ હેમંતબા રામસંગજી...
બીજી ખુશીની વાત તો એ છે કે શિક્ષક દિન નીમીતે જ શાળામાં ૨ નવ-નિયુક્ત શિક્ષકો શ્રી પ્રકાશભાઈ સોલંકી અને શ્રીમતી જયશ્રીબેન પટેલ ની નિમણુક અમરી શાળામાં કરવામાં આવી. . .
આમ આજથી અમારા શાળા પરિવાર ના સભ્યોમાં પણ ૨ જણ નો વધારો થયો છે.
Monday, 5 September 2011
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિનને આપણે સૌ " શિક્ષક દિન " તરીકે ઉજવણી કરીએ છીએ. સામાન્ય રીતે શાળાઓમાં બાળકો એક દિવસ માટે શિક્ષક બનીને શાળાના બાળકોને શિક્ષણ કાર્ય કરાવે છે અને આ રીતે " શિક્ષક દિન " ની ઉજવણી કરે છે.
શ્રી મોટીભેદી પ્રાથમિક શાળામાં પણ આ રીતે જ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધો:૭ - ૮ ના બાળકો તેમજ બાલિકાઓએ ભાગ લીધો હતો.

શ્રી મોટીભેદી પ્રાથમિક શાળામાં પણ આ રીતે જ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધો:૭ - ૮ ના બાળકો તેમજ બાલિકાઓએ ભાગ લીધો હતો. શિક્ષક દિન નિમિતે બાળકોએ જ આખો દિવસ શિક્ષણ કાર્ય કરાવ્યું હતું, અને બાળકોને ભણવામાં પણ ખુબ જ મજા આવી ગઈ હતી.
અહી પ્રથમ ફોટોગ્રાફમાં બાળ શિક્ષક સુરુભા ભારૂભા ધો:૫ માં " બીલોરીકાચ " (વિજ્ઞાન) વિષે પાઠ સમજાવી રહ્યો છે.
Friday, 2 September 2011
" Science Fair 2011-12 "

કૃતિનું નામ હતું "કાઉ-વેસ્ટ (cow-waste)" જેમાં ગાયના મળ-મૂત્ર માંથી વિદ્યુત કઈ રીતે ઉત્પન્ન થાય છે તેનું વર્કિંગ મોડેલ બનાવવામાં આવ્યું હતું.
અહીં પ્રથમ ફોટોગ્રાફમાં વિજ્ઞાનમેળામાં ભાગ લીધેલા શાળાના બાલવૈજ્ઞાનિકો જાડેજા મયુરસિંહ કારૂભા (ધો:૬) અને જાડેજા સુરુભા ભારૂભા (ધો:૮) તેમજ બીજા ફોટોગ્રાફમાં કૃતિને નિહાળી રહેલા લાયઝન ઓફિસર શ્રી ગોર સાહેબ જોવા મળે છે.
માર્ગદર્શક શિક્ષક તરીકે હિમાંશુ સાહેબ અને મોદી સાહેબ રહ્યા હતા.
Thursday, 18 August 2011
૬૫મા સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી...





અંતે ગ્રામજનોના હસ્તે બાળકોને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકશ્રી ધીરજ ભાઈએ બધાનો આભાર માન્યો હતો. આખા કાર્યક્રમનું સંચાલન શ્રી હમીરજી સાહેબે કર્યું હતું.
વધારે ફોટોગ્રાફ માટે Photoes પર ક્લિક કરો...
વધારે ફોટોગ્રાફ માટે Photoes પર ક્લિક કરો...
-: જય હિન્દ :-
Wednesday, 27 July 2011
Friday, 1 July 2011
Saturday, 18 June 2011
"શાળા પ્રવેશોત્સવ ૨૦૧૧-૨૦૧૨"
શાળા પ્રવેશોત્સવ ૨૦૧૧-૨૦૧૨ નિમિતે શ્રી મોટીભેદી પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો : ૧ તેમજ ધો : ૮ ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગ નિમિતે ગાંધીનગર થી સી.સી.એસ. ડાયરેક્ટર શ્રી એ. કે. શ્રીવાસ્તવ સાહેબ પધાર્યા હતા. તેમજ તેમની સાથે નલિયા ના આર.એફ.ઓ. શ્રી આર.એસ.પરમાર તેમજ બુટ્ટા સી.આર.સી રામજીભાઈ ગજરા સાહેબ તેમજ તા.કે.ની. શ્રી ભાવિનભાઈ પણ પધાર્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયત ના સભ્ય શ્રી મોકાજીભાઈ, સભ્ય શ્રી હેમુભા અને વિક્રમસિંહ જાડેજાએ પણ હાજરી આપી હતી...
કાર્યક્રમની શરુઆતમાં ધો:૧ માં પ્રવેશપાત્ર બાળકોને કુમકુમ તિલક તેમજ મીઠું મોઢું કરાવીને શાળામાં પ્રવેશ અપાવ્યો. ત્યારબાદ બાળકોએ પ્રાર્થના રજુ કરી તેમજ રક્ષાબા અને કંચનબાએ સ્વાગતગીત દ્વારા મહેમાનો નું સ્વાગત કર્યું હતું...
ત્યારબાદ શાળાના મુ.શિ. હમીરજીભાઈએ બધાનું શાબ્દિક સ્વાગત કર્યું, ત્યારબાદ પુસ્તક તમજ રૂમાલ દ્વારા પધારેલ મહેમાનો નું સ્વાગત કર્યું હતું. મુખ્ય મહેમાન શ્રી એ. કે. શ્રીવાસ્તવ સાહેબનું સ્વાગત શ્રી મોકાજીભાઈએ કર્યું હતું...
સ્વાગતબાદ પ્રવેશપાત્ર તમામ બાળકોને સ્કૂલબેગ, સ્લેટ તેમજ પુસ્તકોની કીટનું વિતરણ મુખ્ય મહેમાન શ્રી શ્રીવાસ્તવ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું... કીટ વિતરણ બાદ શ્રીવાસ્તવ સાહેબે પ્રસંગ ને અનુરૂપ ટૂંકમાં પ્રવચન કર્યું હતું, તેમજ ગામના વાલીઓ સાથે શિક્ષણ ને લગતી ચર્ચા પણ કરી હતી.
અંતે શાળા ના મ.શિ. શ્રી ધીરજભાઈએ આભારવિધિ કરી અને કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કર્યું હતું...




કાર્યક્રમ ને અંતે શાળાના તમામ બાળકો તેમજ ગામના વાલીઓ માટે સમુહભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી... જેમાં ગ્રામજનો ની ખુબ જ મદદ મળી હતી, જે ફોટોગ્રાફ માં જોઈ શકાય છે., જેમાં જાડેજા નોંગણજી, ભારૂભા, હેમુભા, જટુભા જોઈ શકાય છે. સમૂહભોજન માં ગામના વાલીઓએ જ બધી રસોઈ બનાવી હતી અને બધા જ બાળકોને પ્રેમથી જમાડવામાં ખુબ જ મદદ કરી હતી. તે ઉપરાંત દૂધ તેમજ છાશ પણ ગામ માંથી જ મળી રહ્યા હતા... આમ શ્રી મોટીભેદી પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવની ઉજવણી સારી રીતે કરવામાં આવી હતી...
Monday, 2 May 2011
"શૈક્ષણિક પ્રવાસ ૨૦૧૦-૧૧"

આ પ્રવાસમાં શાળાના ધો. ૩ થી ૭ ના બાળકો જોડાયા હતા, તેમજ ગામના ૨-૩ યુવા નાગરિક તેમજ જાગૃત વાલી પણ જોડાયા હતા...
વહેલી સવારના ૮:3૦ વાગ્યે અહીં થી નીકળીને સૌ પ્રથમ રસ્તામાં આવતા ભૂખી નદીના ડેમની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ નાસ્તો કરીને કાળાડુંગર તરફ આગળ વધ્યા હતા.
બપોરે 12:3૦ વાગ્યે ત્યાં પહોચીને બધાએ દત્તાત્રેય ભગવાન ના દર્શન કરીને આસપાસના કુદરતી દ્રશ્યોને માણ્યા હતા.
અહીં ફોટામાં શાળાના આચાર્ય હમીરજી સાથે શાળાના બાળકો જોઈ શકાય છે, તેમજ બીજામાં કુદરતની સુંદરતાને નીરખી રહેલા શાળાના બાળકો તેમજ શિક્ષકો...
બપોરનું ભોજન ત્યાં જ લીધા બાદ ૪:૦૦ વાગ્યે ત્યાંથી નીકળીને વચ્ચે પીયોની મહાદેવના દર્શન કર્યા હતા, ત્યાં બાળકોએ થોડી વાર રમત-ગમત ની મજા માણી હતી, અને સાંજે ૮:૩૦ વાગ્યે પાછા ફર્યા હતા...
પ્રવાસમાં શાળા ના ચારેય શિક્ષકો જોડાયા હતા. તેમજ જોડાયેલા તમામે પ્રવાસની મજા માણી હતી...
Sunday, 1 May 2011
"શૈક્ષણિક પ્રવાસ ૨૦૦૮-૦૯"
સૌપ્રથમ દેઢિયા તીર્થ તેમજ આશરમાતા ના મંદિરની મુલાકાત લીધા બાદ ગોધરામાં બપોરનું ભોજન લીધું હતું. ત્યારબાદ રવાલ્પીર ના દરિયાકિનારે બાળકોએ રમતગમતની મજા માણી હતી, જેમાં શિક્ષકો પણ જોડાયા હતા.
પહેલા ફોટામાં પકડા-પકડી રમતા બાળકો દેખાય છે, જયારે બીજા ફોટામાં ધો. ૬ ના વિદ્યાર્થીઓ સાથે શાળાના શિક્ષક શ્રી હમીરજીભાઈ છે...
Saturday, 30 April 2011
"મહેંદી સ્પર્ધા"
મોટીભેદી શાળા માં ચાલતી મીના કેમ્પેઈન ની પ્રવૃત્તિ માં "મહેંદી સ્પર્ધા" યોજવામાં આવી હતી, જેમાં શાળાની બાલીકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો...
સૌ પ્રથમ મીના પ્રેરક શિક્ષક દ્વારા બાલિકાઓના ગ્રુપ પાડી તેમને સ્પર્ધા વિશેની સમાજ આપવામાં આવી.

બાલિકાઓએ પણ આ સ્પર્ધામાં સારો એવો સહકાર આપ્યો હતો, અને તેમને મનમાં ઉદભવતી સારી એવી ડીઝાઈનો તેમની બહેનપણી ના હાથો માં દોરી હતી...
અંતે શાળાના આચાર્ય દ્વારા સ્પર્ધામાં ઉતીર્ણ થયેલી બાલિકાઓ નામ જાહેર કરવામાં આવ્યા, તેમજ તેમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી...
![]() |
![]() |
![]() |
ઉતીર્ણ થયેલ બાલિકાઓ :
(1) નયનાબા
(2) મોંગીબા
(3) મીતલબા
Subscribe to:
Posts (Atom)