Friday, 11 November 2011

"સૌરાષ્ટ્ર દર્શન શૈક્ષણિક પ્રવાસ ૨૦૧૧-૨૦૧૨"

શ્રી મોટીભેદી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો : ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ જોડાયા હતા.પ્રવાસમાં મોટીભેદી, મોમાયફાર્મ અને સાંધવ એમ ત્રણ શાળાઓ જોડાઈ હતી, જેમાં સાંધવ માટે એક અને મોટીભેદી- મોમાયફાર્મ વચ્ચે એક બસ એમ કુલ્લ બે સ્વામિનારાયણ ટ્રાવેલ્સ રાખવામાં આવી હતી.
 
તા : ૩-૯-૧૧ ના રાતે ૯:૩૦ વાગ્યે ભેદી થી નીકળી વહેલી સવારે તા ૪-૯ ના ૬:૦૦ વાગ્યે ચોટીલા પહોંચ્યા હતા, જ્યાં ફ્રેશ થઈને બધા બાળકો ડુંગર ઉપર ચડીને માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ બપોરે ૧૧:૩૦ વાગ્યે વીરપુર પહોંચીને શ્રી જલારામ બાપાના દર્શન કર્યા બાદ વીરપુરમાં જ બપોરનું ભોજન લીધું હતું. ભોજન લઈને તુરંત જુનાગઢ માટે રવાના થયા અને સાંજે સક્કરબાગની મુલાકાત લીધી, જ્યાં બાળકોએ જુદા જુદા પ્રકારના પક્ષીઓ તેમજ પ્રાણીઓને નિહાળ્યા. રાત્રી રોકાણ જુનાગઢમાં જ કર્યું હતું.

બીજા દિવસે એટલે કે તા : -૯ ના સવારમાં દેવળીયા પાર્કની મુલાકાત લીધી હતી જ્યાં સિંહ-હરણ-સાબર-સસલા જેવા નાના મોટા પ્રાણીઓ નજીકથી જોવા મળ્યા હતા. ત્યારબાદ સતાધારમાં દર્શન કરીને બપોરનું ભોજન સતાધારમાં જ લીધું હતું. ત્યાંથી નીકળીને રાત્રે પાલીતાણામાં ભોજન લઈને ત્યાજ રાત્રી રોકાણ કર્યું હતું.

ત્રીજા દિવસે તા : ૬-૯ ના સવારમાં પાલીતાણા જૈન દેરાસરની મુલાકાત લીધા બાદ ત્યાં થોડી ખરીદી કરીને બપોરે બગદાણા માટે નીકળ્યા હતા, બપોરનું ભોજન બગદાણામાં લીધા બાદ અલંગ બંદર માટે રવાના થયા, જે પ્રવાસ માટે છેલ્લો સ્થળ હતો, સાંજે અલંગ બંદર પર વિશાળકાય સ્ટીમરો જોઇને બાળકોને ખુબ જ મજા આવી ગઈ હતી. ત્યારબાદ ભાવનગરમાં રાત્રિનું ભોજન (પાઉં-ભાજી) લઈને ૧૨:૦૦ નીકળ્યા અને તા : ૭-૯ ના બપોરે ૧૨:૦૦ વાગ્યે ભેદી પહોચ્યા હતા...

પ્રવાસમાં શાળાના મુ.શિ. શ્રી હમીરજીભાઈ તેમજ મ.શિ. શ્રી હિમાંશુ ઠક્કર જોડાયા હતા, તે ઉપરાંત એસ.એમ.સી. ના ત્રણ સભ્યો પણ જોડાયા હતા. પ્રવાસને સફળ બનાવવા માટે મોમાયફાર્મના શિક્ષક શ્રી ભરતસિંહ તેમજ સાંધવ શાળાના શિક્ષક મિત્રો એ સારો એવો સહકાર આપ્યો હતો.


 

Tuesday, 6 September 2011

" શિક્ષક દિનની ઉજવણી "

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિનને  આપણે સૌ " શિક્ષક દિન " તરીકે ઉજવણી કરીએ છીએ. સામાન્ય રીતે શાળાઓમાં બાળકો એક દિવસ માટે શિક્ષક બનીને શાળાના બાળકોને શિક્ષણ કાર્ય કરાવે છે અને રીતે " શિક્ષક દિન " ની ઉજવણી કરે છે.
 
શ્રી મોટીભેદી પ્રાથમિક શાળામાં પણ રીતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધો: - ના બાળકો તેમજ બાલિકાઓએ ભાગ લીધો હતો.


શિક્ષક દિન નિમિતે બાળકોએ આખો દિવસ શિક્ષણકાર્ય કરાવ્યું હતું, અને બાળકોને ભણવામાં પણ ખુબ મજા આવી ગઈ હતી.
 
 
અહી પ્રથમ ફોટોગ્રાફમાં બાળ શિક્ષક સુરુભા ભારૂભા ધો: માં " બીલોરીકાચ " (વિજ્ઞાન) વિષે પાઠ સમજાવી રહ્યો છે.

 
બીજા ફોટોગ્રાફમાં ધો: ના બાળકો સાથે બાળ શિક્ષિકા રક્ષાબા હેમુભા જોઈ શકાય છે.
 
 
ત્રીજા ફોટોગ્રાફમાં ધો: ના બાળકોને અભિનયગીત કરાવી રહેલ હેમંતબા રામસંગજી...
 
 
અંતિમ ફોટોગ્રાફમાં ચર્ચા વિચારણા કરી રહેલા બાળ શિક્ષકો...


બીજી ખુશીની વાત તો એ છે કે શિક્ષક દિન નીમીતે જ શાળામાં ૨ નવ-નિયુક્ત શિક્ષકો શ્રી પ્રકાશભાઈ સોલંકી અને શ્રીમતી જયશ્રીબેન પટેલ ની નિમણુક અમરી શાળામાં કરવામાં આવી. . .
 
 
આમ આજથી અમારા શાળા પરિવાર ના સભ્યોમાં પણ ૨ જણ નો વધારો થયો છે.

Monday, 5 September 2011

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિનને  આપણે સૌ " શિક્ષક દિન " તરીકે ઉજવણી કરીએ છીએ. સામાન્ય રીતે શાળાઓમાં બાળકો એક દિવસ માટે શિક્ષક બનીને શાળાના બાળકોને શિક્ષણ કાર્ય કરાવે છે અને રીતે " શિક્ષક દિન " ની ઉજવણી કરે છે.
શ્રી મોટીભેદી પ્રાથમિક શાળામાં પણ રીતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધો: - ના બાળકો તેમજ બાલિકાઓએ ભાગ લીધો હતો.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિનને  આપણે સૌ " શિક્ષક દિન " તરીકે ઉજવણી કરીએ છીએ. સામાન્ય રીતે શાળાઓમાં બાળકો એક દિવસ માટે શિક્ષક બનીને શાળાના બાળકોને શિક્ષણ કાર્ય કરાવે છે અને આ રીતે " શિક્ષક દિન " ની ઉજવણી કરે છે.

શ્રી મોટીભેદી પ્રાથમિક શાળામાં પણ આ રીતે જ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધો:૭ - ૮ ના બાળકો તેમજ બાલિકાઓએ ભાગ લીધો હતો. શિક્ષક દિન નિમિતે બાળકોએ જ આખો દિવસ શિક્ષણ કાર્ય કરાવ્યું હતું, અને બાળકોને ભણવામાં પણ ખુબ જ મજા આવી ગઈ હતી.

અહી પ્રથમ ફોટોગ્રાફમાં બાળ શિક્ષક સુરુભા ભારૂભા ધો:૫ માં " બીલોરીકાચ " (વિજ્ઞાન) વિષે પાઠ સમજાવી રહ્યો છે.

બીજા ફોટોગ્રાફમાં ધો:૫ ના બાળકો સાથે બાળ શિક્ષિકા રક્ષાબા હેમુભા જોઈ શકાય છે.



Friday, 2 September 2011

" Science Fair 2011-12 "

કોઠારા  સી. આર. સી. કક્ષાએ યોજાયેલા વિજ્ઞાનમેળા માં અમારી મોટીભેદી પ્રાથમિક શાળાએ ભાગ લીધો હતો, જેમાં વિભાગ-૨ (ઉર્જા-સંરક્ષણ અને સંશાધન) માં ભાગ લઈને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને તાલુકા કક્ષાએ પહોચ્યા હતા.

કૃતિનું નામ હતું "કાઉ-વેસ્ટ (cow-waste)" જેમાં ગાયના મળ-મૂત્ર માંથી વિદ્યુત કઈ રીતે ઉત્પન્ન થાય છે તેનું વર્કિંગ મોડેલ બનાવવામાં આવ્યું હતું.

અહીં પ્રથમ ફોટોગ્રાફમાં વિજ્ઞાનમેળામાં ભાગ લીધેલા શાળાના બાલવૈજ્ઞાનિકો જાડેજા મયુરસિંહ કારૂભા (ધો:૬) અને જાડેજા સુરુભા ભારૂભા (ધો:૮) તેમજ બીજા ફોટોગ્રાફમાં કૃતિને નિહાળી રહેલા લાયઝન ઓફિસર શ્રી ગોર સાહેબ જોવા મળે છે.

માર્ગદર્શક શિક્ષક તરીકે હિમાંશુ સાહેબ અને મોદી સાહેબ રહ્યા હતા.

Thursday, 18 August 2011

૬૫મા સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી...

શ્રી મોટીભેદી પ્રાથમિક શાળામાં ૬૫મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખૂબ જ ધામ ધૂમથી કરવામાં આવી હતી. જેમાં શાળાનાં તમામ બાળકો તેમજ શિક્ષક મિત્રોએ  હોંશભેર ભાગ લીધો હતો.


સૌ પ્રથમ શાળાનાં બાળકો તેમજ શિક્ષકમિત્રો સાથે મળીને પ્રભાતફેરીમાં જોડાયા હતા, જેમાં બાળકોએ આઝાદીના સૂત્રો તેમજ ઝંડાગીતો ગાયા હતા.


ત્યારબાદ શાળાનાં પ્રાંગણમાં બધા ગ્રામજનોની હાજરીમાં ગ્રામ પંચાયતના સભ્ય શ્રી હેમુભાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાનાં આચાર્યશ્રીએ ૬૫મા સ્વાતંત્ર્યદિનને અનુરૂપ ગ્રામજનોને ખ્યાલ આપ્યો હતો. 


બાદમાં શાળાની બાલિકા સુનીતાબાએ "એ મેરે વતન કે લોગોં" દેશભક્તિ ગીત તેમજ ભૂપતસિંહે "કચ્છીગીત" રજુ કર્યું હતું. ત્યારબાદ ધોરણ:૮ની બાલિકાઓએ "બંસીધારી કાનુડો" અને "પરીઓનો દેશ" એ અભિનયગીત રજુ કર્યા હતા, જે ફોટોગ્રાફમાં જોઈ શકાય છે. ત્યારબાદ ક્રમશ: ધોરણોની બલોકાઓએ અભિનયગીત રજુ કર્યા હતા.


બાદમાં ધો:૬-૭-૮ના બાળકોએ "અબુખાં ની બકરી" નું સરસ મજાનું નાટક રજુ કર્યું હતું. અંતે ધો:૩-૪-૫ના બાળકોએ સરસ મજાના પિરામીડ રજુ કર્યા જે ફોટોગ્રાફમાં જોઈ શકાય છે. તેમજ ધો:૧-૨ના બાળકો માટે સંગીત ખુરશીની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું.


અંતે ગ્રામજનોના હસ્તે બાળકોને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકશ્રી ધીરજ ભાઈએ બધાનો આભાર માન્યો હતો. આખા કાર્યક્રમનું સંચાલન શ્રી હમીરજી સાહેબે કર્યું હતું.

વધારે ફોટોગ્રાફ માટે Photoes પર ક્લિક કરો...

-: જય હિન્દ :-


Wednesday, 27 July 2011

"પ્રાર્થના સંમેલન"

 શ્રી મોટી ભેદી પ્રાથમિક શાળામાં પ્રાર્થના સંમેલનમાં યોગ, આસન, સુવિચાર, સમાચાર, ભજન, બાળગીત, અભિનયગીત, અંગ્રેજી પ્રવૃત્તિ, ઘડિયાગાન જેવી પ્રવૃતિઓ બાળકો દ્વારા  કરવામાં આવે છે...

અહીં પ્રાર્થના સંમેલન દરમિયાન અનુલોમ-વિલોમ કરતા બાળકો જોઈ શકાય છે...